42

જો માર્ગ સુંદર હોય તો ચિંતા લક્ષ્ય અંગે કરવી જોઇએ. પરંતુ જો લક્ષ્ય સુંદર હોય તો ક્યારેયપણ માર્ગ અંગે ચિંતા કરવી ન જોઇએ.

40

જો તમે એ વાત ન જાણતા હોવ કે લોકો તમારામાં શું જુએ છે તો એક અરિસા સામે ઉભા રહી જાઓ. તમે તમારી અંદર જે નિહાળશો એ જ બાબત લોકો પણ તમારામાં નિહાળશે

37

જે વ્યક્તિ ને પોતાનું કોઈ લક્ષ્ય નથી હોતું તે હંમેશા બીજાના લક્ષ્ય માટે કામ કરતો રહે છે

36

જે વ્યક્તિ જીવનમાં કંઇક મેળવવા માગતો હોય છે તે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢે છે. જ્યારે જેને ત્યાં પહોંચવું જ નથી તે કારણો અને બહાનાઓ શોધે છે.

35

જીવનમાં આવતા પડકારો તમને નિષ્ક્રિય નથી બનાવી દેતા પરંતુ તે તમે શું છો તે અંગે સભાન કરે છે

34

જીવનનો અંત ત્યારે છે જ્યારે તમે સ્વપ્ન જોવાનું બંધ કરી દો છો, આશાનું કિરણ ત્યારે ધુંધળુ થઇ જાય છે જ્યારે તમે વિશ્વાસ કરવાનું બંધ કરી દો છો.

33

જીવનની કેટલીક વસ્તુઓ એવી છે જે પૈસાથી ખરીદી શકાતી નથી. જેમકે, મેનર્સ, મોરલ અને ઇન્ટેલિજન્સ

32

જીવન પિયાનોની જેમ છે.સફેદ બટન સુખરુપ છે. કાળુ બટન દુઃખરુપ છે. બંને બટનને સાથે વગાડવાથી સુંદર સંગીત બને છે

30

જિંદગી ઘણી ટૂંકી છે જીવી લો. પ્રેમ ભાગ્યેજ મળે છે, સંઘરી લો. ગુસ્સો ખરાબ છે તેને ત્યજી દો. ડર માઇન્ડને ખતમ કરી નાંખે છે, સામનો કરો.

29

જો કોઈ લોકો તમને નીચા પાડવાની કોશિશ કરે તો ગર્વ મહેસુસ કરો કેમકે એ વાત તો પાકી છે કે તમે એ લોકોથી ઉપર છો.

28

જયારે પણ લોકો તમારી ટીકા કરે ત્યારે નાસીપાસ ના થતા,બસ એ વાત યાદ રાખજો કે દરેક રમતમાં હમેશા પ્રેક્ષકો જ શોર મચાવતા હોઈ છે રમતવીરો નહીં.

27

એ વાતથી નિરાશ ન થાઓ કે કોઇ તમને ત્યારે બોલાવે છે જ્યારે તેમને તમારી જરૂર હોય. પરંતુ એ વાતનો ગર્વ લો કે તમે એક મિણબત્તી જેવા છો જે બીજાની જિંદગીમા સુવાસ ફેલાવો છો

26

એ વાત પર ધ્યાન કેન્દ્રિત ન કરો જે તમે ન કરી શકતા હોવ અને બીજાએ કરી નાંખ્યું હોય પરંતુ એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરો જે બીજા ન કરી શકતા હોય અને તમે કરી નાખ્યું હોય

25

ખોટી વિચારસરણીવાળા લોકો તમારામાં કંઇક સારું હશે તો પણ તમને નફરત કરશે અને સારી વિચારસરણીવાળા લોકો તમારામાં કંઇક ખૂટતું હશે તો પણ તમારો આદર કરશે.

24

ક્યાં “ટકવું” અને ક્યાં “અટકવું” એ આવડી જાય તો જીંદગી માં ક્યાય દુખ રહેતું નથી..

23

તમને ન ગમતા માણસો સાથે પણ સૌજન્યથી વર્તો. શી ખબર એની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય?

22

કોઇકની પાસેથી કંઇક લઇ લેવામાં જે સુખ છે એ ક્ષણીક હોય છે, પરંતુ દાન આપવાની જે સુખ મળે છે તે જીવનભર જળવાઇ રહે છે

21

કોઇ તમને ક્રેડિટ આપે કે ન આપે પંરતુ ક્યારેયપણ પોતાનું શ્રેષ્ઠ કામ કરવાનું બંધ કરવું ન જોઇએ

20

કોઇ ઘટના કરતા એ ઘટનાના લીધે આવનારા પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે, માટે ખોટી કલ્પના કરવી નહીં