સુવિચાર 4

જો દુષ્ટ માણસ જો પોતાના ખરાબ કર્મો છોડતો ન હોય તો આપણ તો સજ્જન છીએ આપણ પોતાના સારા કર્મો કેમ છોડી દેવા જોઈએ?

પૈસાનું ગ્રુપ

મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કિલો હોય છે. અને જયારે અગ્નિસંસ્કાર બાદ તેની રાખનું વજન પણ અઢી કિલો જ હોય છે.

જિંદગીનું પહેલું કપડું જેનું નામ ઝભલું, જેમાં ખિસ્સું નહિ હોય,અને જિંદગીનું છેલ્લું કપડું કફન એમાય ખિસ્સું ન હોય.
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધી શા માટે? આટલી દોડધામ શા માટે? આટલા દગા અને પ્રપંચ શા માટે?

લોહી લેવા ગ્રુપ ચેક કરાય છે, પૈસા લેતા જરા ચેક કરજો એ કયા ગ્રુપનો છે?
ન્યાયનો છે?
હાયનો છે?
કે હરામનો છે?
ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી જવાથી જ આજે ઘરમાં અશાંતિ, કલેશ, કંકાસ છે. હરામનો અને હાયનો પૈસો જીમખાના, દવાખાના, ક્લબો, અને બારમાં પૂરો થઇ જશે. ને તનેય પૂરો કરી જશે.

બેંક બેલેન્સ વધે પણ જો ફેમિલી બેલેન્સ ઓછું થાય તો સમજવું કે પૈસો આપણને મેચ થતો નથી.
ચિંતન પટેલ