મોતનો સોદાગર

બપોરનો ત્રણનો સમય છે. અંધેરીની હવામાં ભેજ છે. બાફ છે. પરસેવાથી શરીર ભીનું થયા રાખે અને પરેસેવો શરીર પર ચોંટી રહે એવો માહોલ છે. અંધેરી ઈસ્ટમાં આવેલ ફાઉંટન હેડ બારમાં એક ઊંચો, ગોરો, દાઢીવાળો શખ્સ પ્રવેશે છે. એના જમણા હાથમાં … Continue reading

સલામ નમસ્તે….

બાબુભાઈ ત્રિભોવનદાસ કાપડિયા…. આ નામ જ પુરતું એમની ઓળખ માટે! વલસાડના મોટાં બઝારમાં કાપડનો આલીશાન શોરૂમ છે એમના નામે. એમાં આખી દુનિયાના ખ્યાતનામ મિલના કાપડ તમને મળે. અરે!! તમે નામ તો લો એ કાપડ મળે…!! પચાસ રૂપિયે મિટરથી માંડીને પંદર … Continue reading

દયા મૃત્યુ

હર્ષદરાયે રિમોટનું બટન દબાવ્યું અને હળવા બી….પના દબાયેલ અવાજ સાથે એમની બ્લેક મર્સિડીઝના દરવાજા અનલોક થયા. એઓ હળવેથી કારની કુસાંદે લેધર સીટમાં સ્ટિયરીંગની પાછળ રૂઆબથી ગોઠવાયા. ધીમી ઘરઘરાટી સાથે કાર સ્ટાર્ટ થઈ. પંદર પંદર પંક્ચરો વાળી સાયકલ નસવાડીના ધૂળિયા ઊબડ-ખાબડ  … Continue reading

બંટી કરે બબાલ

આજનો દિવસ જ મારા માટે ખરાબ ઊગ્યો હતો. એક તો સવારે સવારે ઉઠવામાં મોડું થયું. હજુ તો શાવર લેવાનો બાકી હતો ને રાઈડ આવી ગઈ. પેંટ પર જલ્દી જ્લ્દી શર્ટ ચઢાવી બહાર આવી ગયો ને ઉતાવળમાં લંચ બેગ લેવાની પણ … Continue reading

લાઈફ મિક્ષ્ચર….

‘વ્હાય ડોંટ યુ વર્ક ફ્રીલાંસ?’ હું અને નંદુ રામાણી મારા હાઉસના બેકયાર્ડમાં બેસીને બિયર ગટગટાવી રહ્યા હતા. ગ્રીલ પર ચિકન સેકાઈ રહી હતી. હું અહિં ન્યુ જર્સી ખાતે આવેલ મહારાણા કેમિકલ્સમાં છેલ્લા દશેક વરસથી રિસર્ચ એંડ ડેવલપમેંટમાં સર્વિસ કરતો હતો … Continue reading

આયો કહાંસે ઘનશ્યામ..?

ઘનુ ઘનચક્કર ‘બજેટ ઈન’ મોટેલના એ રૂમમાં દાખલ થયો ને એને લાગ્યું કે એને ઊલટી થઈ જશે!! એક ઊબકો તો આવી જ ગયો! ઊબકાનો ઉછાળો રોકી, દોડીને એ ઝડપથી બાથરૂમમાં ગયો તો પડતાં પડતાં માંડ બચ્યો. બાથરૂમની હાલત નિહાળી એને … Continue reading

સવા શેર માટી….

તૃષ્ણાએ એની નવી કાર ‘ડિઝાયર’નું ગિયર બદલ્યું. ‘ડિઝાયર’ આવ્યાને ત્રણ જ દિવસ થયા હતા. તિમિરનો આગ્રહ હતો કે તૃષ્ણાએ હવે ‘ડિઝાયર’માં જ ફરવું. તિમિરને તો એની જુની ‘ઝેન’ જ અનૂકુળ આવતી. તૃષ્ણાનો નિત્યક્રમ હતો સાંજે પાર્થ રિસોર્ટના સ્વિમીંગપુલમાં અડધો-પોણો કલાક … Continue reading

મોસમ બદલાય છે…..

સાંજે કામ પરથી આવી ડ્રાઈવ વેમાં કાર પાર્ક કરી બહાર નીકળી માનસીએ કારનું રિમોટ દબાવ્યું. હળવા ‘બીપ’ના અવાજ સાથે કાર લોક થઈ. ઘરનો દરવાજો ખોલી એ એના ઘરમાં દાખલ થઈ. હવે થાક લાગતો હતો. કામનો… જિંદગીનો… એકલતાનો…થાક…!! કિચેઈન હોલ્ડર પર … Continue reading

ઘરઘરાટનો તરખડાટ

છેલ્લા કેટલાંક સમયથી હું ભારે તકલીફમાં છું. ન કહેવાય ન સહેવાય!! જે કોઈ સામે મળે તે પૂછે: કેમ નટુભાઈ? કંઈ ભારે મૂંઝવણમાં છો ?? એ સર્વને મારી તકલીફની કેવી રીતે ખબર પડી જતી હશે. એ વિચારી મને વધારે અમૂઝણ થવા … Continue reading

ખેલ…

ઇન્સ્પેક્ટર અનંત કસ્બેકરે પલંગના સાઇડ ટેબલ પર મૂકેલ એલાર્મ પર એક નજર કરી. રેડિયમના લીલા ચમકતા રંગના કાંટાઓ બે વાગ્યાનો સમય દર્શાવી રહ્યા હતા. પત્ની શિવાંગીના ધીમા નસકોરા અને એલાર્મની ટીક ટીક જાણે એક બીજા સાથે સુર મેળવી રહ્યા હતા. … Continue reading

થેન્ક યુ ડૉક્ટર…

ડો. મમતા દેસાઈએ વેનેશિયન બ્લાઈન્ડસ્ સહેજ ખસેડી બારીની બહાર નજર કરી. પીંજારો જાણે આકાશમાં બેસી રૂ પીંજી રહ્યો હોય એમ આકાશમાંથી પીંજાયેલ રૂ જેવો સ્નો સતત વરસી રહ્યો હતો. સેન્ટ મેરી હોસ્પિટલના ચોથા માળેથી ડો. મમતાએ પાર્કિંગ લોટમાં એક નજર … Continue reading

કુંડાળું

નવસારી ગણદેવી રોડ પર આવેલ નવાગામના પાદરે ડૉક્ટર અવિનાશ અને ડૉ અવનિનું ‘મમતા ફર્ટિલિટિ સેન્ટર’ રોજની જેમ આજેય પ્રવૃત્તિથી ધમધમતુ હતું. ડૉક્ટર અવિનાશ અને અવનિ સાથે જ ભણતા અને તબિબીશાસ્ત્રનું ભણતા ભણતા બન્નેએ પ્રેમશાસ્ત્રના પાઠો ય પાકા કરી લીધા હતા. … Continue reading

પધરામણી

દિનુ થાકીને એના રૂમ પર આવ્યો. રોજ કરતા આજે એ વધારે થાકી ગયો હોય એમ લાગતું હતું. એક તો આજે રોજ કરતા વધારે રૂમ બનાવવા પડ્યા અને ડેસ્ક પર કામ કરવાનું ન મળ્યું. એ મોટેલમાં કામ કરતો હતો. ‘ડેઇઝ ઈન’માં. … Continue reading

‘યુ કેન ડુ ઈટ….!!’

બચાવો…બચાવો…બચાવો….!’ મરિયમ દોડી રહી હતી. હાંફળી ફાંફળી..!! જીવ કાઢીને…જીવ બચાવવા. ‘બચાવો…બચાવો…બચાવો….!’ એની પાછળ પાછળ એક ટોળું દોડી રહ્યું હતું. દરેક ડગલે ટોળામાં પુરુષોની સંખ્યા વધી રહી હતી. પાંચ…દશ…પંદર…! કોઈના ય ચહેરા ઓળખાતા ન હતા! એક ધાબું હતું ચહેરાઓની જગ્યાએ!! કોઈએ … Continue reading

જિંદગી – એક કહાણી…

માનસ મહેતાએ ડાબી જમણી તરફ નજર કરી કાળજીપુર્વક લેઈન બદલી. રૂટ એઈટી હાઈવે પર રોજ કરતા શુક્રવારે વધારે ટ્રાફિક હોય એની લૅક્સસ એણે ત્રીસ માઈલની મંદ ગતિએ ચલાવવી પડતી હતી. કારની ઓડિયો સિસ્ટમ પર જગજીસિંગ અને લતાજીના સંયુક્ત સ્વરમાં ગવાયેલ … Continue reading