ગરીબ ખેડૂત ને ન્યાય

“એક હતો ખેડૂત. તે ગામડામાં રહેતો હતો.
     એક વાર કઈ કામે તે શહેરમાં ગયો.
     શહેરમાં ફરીફરીને એ ખુબ થાક્યો. અને ભૂખ્યો થયો. તેથી એ એક વીશીમાં ગયો. ત્યાં તેણે એક મરઘીનો નાસ્તો કર્યો.
     ભૂખના દુખે ખાધું તો ખરું, પણ વિશીવાળાને આપવાના પૈસા એની પાસે નહોતા. તેથી તે મૂંઝાયો.
     તેણે વિશીવાળાને કહ્યું : ‘અત્યારે મારી પાસે પૈસા નથી, પણ હું ખેડૂત છું. તમારી પાઈએ પાઈ ચૂકતે કરીશ. મને જવા દો !’
      વિશીવાળાએ  કહ્યું : ‘કઈ વાંધો નહિ ! પૈસા હું બાકી રાખીશ. તારી સગવડે આપી જજે !’ ખેડૂત રાજી થઇ વિશીવાળાનો લાખ લાખ આભાર માનતો ઘેર ગયો.
     આ વાતને કેટલોક સમય વીતી ગયો.
     પછી એક દિવસ ખેડૂત વિશીવાળાને નાસ્તાના પૈસા આપવા શહેરમાં આવ્યો.
     વિશીવાળાએ : ‘રહો, હું હિસાબ ગણીને કહું !’ આમ કહી વિશીવાળો કઈ ગણવા બેસી ગયો. ખેડૂત વિચારમાં પડી ગયો કે એક મરઘીના પૈસા લેવાના, એમાં આટલો હિસાબ શો ગણવાનો ? કદાચ વ્યાજ ગણતા હશે, તો હું વ્યાજ આપીશ.
     કેટલી વારે વિશીવાળો હિસાબ ગણી રહ્યો. પછી તેણે કહ્યું : ‘લાવો, એક સો ચૌદ રૂપિયા પચાસ પૈસા પુરા !’
     ખેડૂત આભો બની ગયો. તેણે કહ્યું : ‘હેં, આટલા બધા પૈસા શાના ?’
      વિશીવાળાએ કહ્યું : ‘શાના તે પહેલે દિવસે તમે એક ટંક નાસ્તામાં મારી મરઘી જામી ગયેલા તેના !’
     ‘એક ટંક નાસ્તાના ? એક મરઘીના ? એક મરઘીના બહુ તો રૂપિયો સવા રૂપિયો થાય. વ્યાજ ગણોતો થોડું વધારે થાય. પણ તમે તો એક સો ચૌદ રૂપિયા પચાસ પૈસા માંગો છો !’
     વિશીવાળાએ કહ્યું : માંગુ છું, કારણ કે હિસાબે તમારે એટલા આપવાના થાય છે.’
     ખેડૂતે કહ્યું : ‘આ તમારો હિસાબ કઈ સમાજમાં આવતો નથી.’
     વિશીવાળાએ કહ્યું : ‘હિસાબ સીધો ને સટ છે. મારી એ મરઘી તમે ખાઈ ગયા ન હોત તો અત્યાર સુધીમાં એણે કઈ સેકડો ઈંડા મુક્યા હોત ! અને એમાંથી સેંકડો મરઘીઓ થઇ હોત. તમે મરઘી ખાઈ ગયા એટલે એ સેંકડો ઈંડાનું અને સેંકડો મરઘીઓનું મને નુકશાન થયું ! કમમાં કમ ગણતરીએ એનો હિસાબ કરતા એના એક સો ચૌદ રૂપિયા પચાસ પૈસા થાય છે. અને એટલીજ રકમ હું તમારી પાસેથી માગું છું – નથી વ્યાજ ગણાતો, નથી વટાવ ગણતો માત્ર મુદ્દલે મુદ્દલ માંગુ છું.’
     ખેડૂતે કહ્યું : ‘હું કાજી પાસે આનો ન્યાય માંગવા જાઉં છું.’
     વિશીવાળાએ કહ્યું : ‘કાજી પાસે શું કરવા, સીધો ખુદાની જ પાસે જાને !’
     ખેડૂતે કાજીને ફરિયાદ કરી, એટલે કાજીએ વીશીવાળાને બોલાવ્યો. વીશીવાળાએ કાજીને પોતાનો હિસાબ બતાવ્યો. કાજીએ હિસાબ જોઈ હુકમ કર્યો : ‘હિસાબ બરાબર છે. ખેડૂતે વિશીવાળાને એકસો ચૌદ રૂપિયા પચાસ પૈસા ભરી દેવા !’
     ખેડૂત ગભરાઈ ગયો. તેણે કહ્યું : ‘બાપજી હું માર્યો જઈશ. મને અન્યાય થાય છે !’
     કાજીએ કહ્યું : ‘તો ખુલ્લી અદાલતમાં ન્યાય માંગ ! હું ગામના પંચો રૂબરૂ ન્યાય કરીશ. પણ જો એમાં તું હારી ગયો તો તને સજા થશે. જેટલા રૂપિયા વિશીવાળાને, એટલા બીજા તારે રાજ્યને ભરવા પડશે !'”

” ગરીબ ખેડૂતમાં એટલી હિંમત નહોતી. એટલે વિચાર કરવાનો વખત માંગી એ રોતો રોતો ઘેર જવા નીકળ્યો. ત્યાં રસ્તામાં એને મુલ્લાં નસરુદ્દીન મળ્યા. ગધેડા પર બેસીને એ આવતા હતા, પણ ખેડૂત એમને ઓળખાતો નહોતો.

     ગામડિયા ખેડૂતને જોઈ મુલ્લાંએ હસીને સલામ કરી કહ્યું : ‘સલામ આલેકુમ, દોસ્ત !’
     પણ ખેડૂતનું મન શોક માં ડૂબી ગયું હતું. તેથી તેણે તેમની સલામ ઝીલી નહિ.
     એ જોઈ મુલ્લાંને થયું કે નક્કી, આના મન માં કઈ દુખ છે. એમણે એની પાસે જી કહ્યું : ‘દોસ્ત, તમારા માથે એવું તે શું દુખ આવી પડ્યું છે કે તમે એક ઈન્સાનની સલામ પણ ઝીલી શકતા નથી ?’
     ખેડૂતે કહ્યું : ‘જ્યાં ન્યાય જેવી ચીજ નથી ત્યાં સલામ શું ને ઇન્સાન શું ?’
     ‘કેમ, દોસ્ત, આવું કહેવું પડે છે ?’ મુલ્લાંએ પૂછ્યું. જવાબમાં ખેડૂતે બનેલી બધી વાત કરી.    
     એ સાંભળી મુલ્લાંએ કહ્યું : ‘ઓહ, આમ વાત છે ? તો દોસ્ત, તમે જાઓ પાછા અને કાજીને કહો કે ખુલ્લી અદાલતમાં પંચો રૂબરૂ તમારો ન્યાય કરે ! તમારા વકીલ તરીકે મારું નામ દેજો !’
     ખેડૂતે કહ્યું : ‘આપને તો હું ઓળખતો નથી, શું નામ આપનું ?’
     મુલ્લાંએ કહ્યું : ‘આ ગુલામને સૌ મુલ્લાં નસરુદ્દીન કહે છે.’
     હવે ખેડૂત પાછો ફર્યો. તેણે કાજીને કહ્યું : ‘ખુલ્લી અદાલતમાં પંચો રૂબરૂ મારો ન્યાય કરો ! મારા વકીલ તરીકે મુલ્લાં નસરુદ્દીન આવશે.’
     એ દેશનો એવો રીવાજ હતો. કોઈ પણ પક્ષને ખુલ્લી અદાલતમાં પાછો રૂબરૂ ન્યાય માંગવાનો અધિકાર હતો.
     પંચો રૂબરૂ ખુલ્લી અદાલત બેથી. કાજી સાહેબ વચમાં બેઠા. લોકોના ટોળા જોવા ભેગા થયા. વીશીવાળાએ પોતાનો હિસાબ રજુ કર્યો. પછી ખેડૂતનો વારો આવ્યો. તેણે કહ્યું કે મારી વતી
મુલ્લાં નસરુદ્દીન વાત કરશે. પણ મુલ્લાનો હજી પત્તો નહોતો !
     મોડા મોડા પણ મુલ્લાં આવ્યા. કાજીએ તેમને દબડાવતા કહ્યું : ‘કેમ આટલું મોડું કર્યું ?’
     મુલ્લાંએ કહ્યું : ‘બહુ જરૂરના કામે રોકાઈ ગયો હતો, સરકાર ! કાલે મારા ખેતરમાં ઘઉં ની વાવણી કરવાની છે, તેથી જરા બી શેકવા રહ્યો હતો. બીના ત્રણ કોથળા હતા, તેથી વાર લાગે ને !’
     આ સાંભળી કાજીને હસવું આવ્યું. તે બોલ્યા : ‘અરે મુલ્લાં, અમે તો સમજતા હતા કે તમે કઈ અક્કલવાળી વાત કરશો, પણ તમે તો સાવ અક્કલ વગરની વાત કરો છો ! વાવણી કરવાનું બી
કદી શેકાતું હશે ? શેકેલું બી કદી ઉગે ખરું ?’
     મુલ્લાંએ કહ્યું : હૈ, ન ઉગે ? તો કાજી સાહેબ, આ વીશીવાળાની મરી ગયેલી મરઘી ઈંડા મુકે છે, એ ઈંડામાંથી મરઘીઓ થાય છે અને એ મરઘીઓ પાછી ઈંડા મુકે છે એ કેવી રીતે ?’
     આખી સભા આ સાંભળી વિચારમાં પડી ગઈ.
     કાજીએ કહ્યું : ‘કઈ સમજાય એમ બોલો !’
     હવે મુલ્લાંએ ફોડ પડી કહ્યું : ‘વિશીવાળો જે મરઘીની ચાર પેઢીના પૈસા માંગે છે તે મરઘી તો ખેડૂત એને ત્યાં જમવા ગયો તે પહેલાની મરી ચુકી હતી. એ મરેલી મરઘીનો વંશવેલો કેવો
અને વિશીવાળાનો એ હિસાબ કેવો ? વિશીવાળો કેવળ બદમાશી કરી ભોળા ખેડૂતને ઠગવા માંગે છે, માટે એને સખ્ત સજા થવી જોઈએ.’
     પંચો આ સાંભળી ખુશખુશ થઇ ગયા. તેમણે ખેડૂતને છોડી મુક્યો ને વિશીવાળાને સખ્ત સજા કરી.”

Advertisements

One thought on “ગરીબ ખેડૂત ને ન્યાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s